વર્તમાન પ્રવૃત્તિઓ
પ્રોગ્રામ:૧
તા. ૨/૪/૨૦૧૯ ના રોજ શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન દ્વારા શ્રી ફતેહસિંહ આર્ય અનાથ આશ્રમ, કારેલીબાગ, વડોદરા ખાતે પ્રોજેક્ટર વિથ સ્ક્રીન ભેટ આપવામાં આવેલ છે.
વધુ વાંચો
સદર કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી કનુભાઈ લિંબાચિયા તથા અન્ય મેમ્બર્સ ડૉ. ફિનાવકર, શ્રી દીપક સૂર્વે, ડૉ. શ્રેણીક વૈદ્ય, શ્રી ગીરીશભાઇ ગાંધી, શ્રી દેવેન્દ્રભાઈ પારેખ અને શ્રી રાહુલભાઈ પંચાલ તેમજ મુખ્ય અતિથિ તરીકે શ્રી નારાયણ માધુ એ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
પ્રોગ્રામ: ૨
તા.17/4/2019 ના રોજ શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન,તરસાલી,વડોદરા ,લઘુ ઉદ્યોગ ભારતી મકરપુરા,મકરપુરા એસ્ટેટ ઇનફ્ફ્રાસ્ટ્રક્ચર અને મટેરીયલ
વધુ વાંચો
એસોસીએશન તથા ઇંડીયન સો ફોર રનીંગ એન્ડ ડેવલપમેંટ તથા ઇલેકટ્રીક કોંટ્રાકટર અને મરચંટ એસોસીએશન ના સંયુકત ઉપક્રમે યોજવામાં આવેલ જેમાં તા.23/4/19 ના રોજ ભવ્ય મતદાન કરવા અપીલ કરવામાં આવેલ
પ્રોગ્રામ:3
તા. ૧૨/૦૫/૨૦૧૯ માં રોજ શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશનના કાર્યાલય ખાતે સંસ્થાની વાર્ષિક મીટિંગ યોજવામાં આવી હતી.આ વાર્ષીક મીટીંગમાં ઓડિટ
વધુ વાંચો
અહેવાલ, હિસાબો ની બહાલી અને સંસ્થાના ગત વર્ષના કાર્યો નું સંક્ષિપ્તીકરણ અને આગળ ના કાર્યક્રમ ની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત બેટી બચાઓ બેટી પઢાઑ અંતર્ગત ૧૮ વિધ્યાર્થીઑ ને આખા વર્ષ ની ફી ના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી કનુભાઈ લિંબાચિયા તથા ટ્રસ્ટીઑ તેમજ અન્ય મેમ્બર્સ હાજરી આપી ને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
પ્રોગ્રામ:૪
આજ રોજ તા. ૨૩/0૫/૨૦૧૯ ના રોજ શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન અને શ્રી રાહુલભાઈ ખંડેલવાલ ની સહાયથી નસવાડી તાલુકાના ચમેઠા ગામ મુકામે
વધુ વાંચો
૬ ઘરો માં આગ લાગવાથી બધુ સડગી ગયું હતું એવા લોકો ને અંતર્ગત ઘર બનાવવા માટે ૪૦ પતરાં ની સહાય કરવામાં આવેલ હતી
પ્રોગ્રામ:૫
તા.05/06/2019 ના રોજ શ્રીરંગ સેવાતીર્થ ફાઉંડેશન,તરસાલી,વડોદરા દ્વારા વડોદરા ના હરની રોડ ની ઝુપડપટી ના થ50 બાળકોને નોટબુક,ચોપડા,
વધુ વાંચો
કંપાસનો સેટ,નાસ્તો આપવામાં આવેલ. સદર કાર્યક્રમ માં સંસ્થાના પ્રમુખશ્રી કનુભાઇ લીમ્બચીયા, ટ્રસ્ટીશ્રીઓ તેમજ સભ્યશ્રીઓ,શ્રી દીનેશભાઇ શાહ સેવાભાવી કાર્યકર તથા લાયન્સ ક્લબ ની બહેનો હાજર રહી હતી
પ્રોગ્રામ:૬
તા : ૯/૬/૨૦૧૯ ના રોજ આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામ ખાતે મહિડા સમાજ તેમજ શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન ના સંયુક્ત ઉપક્રમે
વધુ વાંચો
સમાજના તમામ બાળકો ને વિના મૂલ્યે ચોપડા તેમજ નોટબૂક નું વિતરણ કરવામાં આવેલ હતું તેમાં અંદાજે ૧૮૫ બાળકોએ લાભ લીધેલ હતો. સદર કાર્યક્રમમાં શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન ના પ્રમુખ શ્રી કનુભાઈ લિંબાચિયા, શ્રીમતી સંગીતાબેન બારોટ, દેવેન્દ્રભાઈ પારેખ અને ભવરસિંહ રાઠોડ હાજર રહી વિતરણ કરેલ હતું
પ્રોગ્રામ:૭
તા. ૧૩.૦૬.૨૦૧૯ ના રોજ વાઘોડિયા તાલુકા ની પાટીયાપૂરા ગામની પ્રાથમિક શાળા ના ધો. ૧ થી ૫ ના તમામ બાળકો ને શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન
વધુ વાંચો
અને ઈન્ડિયા લાયન્સ શુભ જ્યોતિ ના સયુક્ત ઉપક્રમે નોટેબૂક, કંપાસ, લંચ બોક્સ અને વોટર બૉટલ નું વિતરણ અને સાથે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામા આવેલ હતો.
પ્રોગ્રામ:૮
તા ૧૫/૦૬/૨૦૧૯ આજ રોજ છોટાઉદેપુર જીલ્લાના કવાટ તાલુકા ના માણવાટ પ્રાથમીક શાળા, ખાટીવાટ પ્રાથમીક શાળા ન. ૨,સાવરિયા શાળા તેમજ
વધુ વાંચો
જીલાવા પ્રાથમીક શાળા એમ ૪ સ્કૂલના ધો. ૧થી૮ ના અંદાજે ૪૦૦ બાળકોને વિનામૂલ્યે શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન તરફથી ચોપડા તેમજ નોટબૂકનું વિતરણ કરવામાં આવેલ છે.સદર કાર્યક્રમમાં શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન ના પ્રમુખશ્રી કનુભાઈ લિંબાચિયા ઉપપમુખ શ્રી નયનાબેન પટેલ, સભ્યશ્રી અરવિંદભાઇ રાઠવા, જનકભાઈ પટેલ ના હસ્તે વિતરણ કરવા મા આવેલ હતું.
.પ્રોગ્રામ:૯
આજ રોજ તા ૧૮/૦૬/૨૦૧૯ ના વડોદરા તાલુકાના તરસાલી પ્રાથમિક શાળા ન. ૨ ના ધો. ૧ થી ૮,
ભાલિયાપૂરા પ્રાથમિક શાળાના
વધુ વાંચો
ધો. ૧ થી ૫, તેમજ હરિનગર પ્રાથમિક શાળાના ધો. ૧ થી ૫ ના અંદાજીત ૬૫૦ બાળકોને શ્રીરંગ સેવાતીર્થ ફાઉંડેશન તરફથી તેમજ સ્વ. બોધાભાઈ ભરવાડ તરફથી શ્રી રાજુભાઇ બોધાભાઈ ભરવાડ ના સહકારથી વિના મૂલ્યે ચોપડા, નોટબૂક, કંપાસ, પેન્સિલ, રબર, સ્કેલ નું વિતરણ કરવામા આવેલ હતું
સદર કાર્યક્રમમા શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા, ઉપપ્રમુખ નયનાબેન જે પટેલ, જનક પટેલ હાજર રહી તેમના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું,
પ્રોગ્રામ:૧૦
તા ૧૯/૦૬/૨૦૧૯ ના વડોદરા તાલુકાના વડદલા પ્રાથમિક શાળા ના ધો. ૧ થી ૮ તેમજ ચિખોદ્રા શાળાના ધો. ૧ થી ૫ ના લગભગ ૩૫૦ બાળકોને શ્રીરંગ સેવાતીર્થ ફાઉંડેશન
વધુ વાંચો
તરફથી વિના મૂલ્યે ચોપડા, નોટબૂક, કંપાસ, પેન્સિલ, રબર નું વિતરણ કરવામા આવેલ હતું. સદર કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન રણછોડભાઈ ભરવાડ (કિસ્મત હોટેલ, તરસાલી), સરપંચ શ્રીમતી સુમિત્રાબેન તથા શ્રીરંગ સેવાતીર્થ ફાઉંડેશન ના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા, સુનિલભાઈ ભાવસાર, ગિરીશ ગાંધી, જીતુભાઈ પટેલ (તુળજા જવેલર્સ), જનકભાઇ પટેલ તથા અન્ય લોકોએ હાજર રહી વિતરણ કરેલ હતું.
પ્રોગ્રામ: ૧૧
તા.21/6/2019 ના રોજ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના વડદલા નવા સુરપુર મુકામે પ્રા.શાળા ના 136 બાળકોને નોટબુક,ચોપડા,કંપાસ
વધુ વાંચો
નિ;શુલ્ક વિતરણ કરવામાં આવેલ, સદર આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી કનુભાઇ લીમ્બચીયા, તથા શ્રી ભાવસારભાઇ, તથા જીતુભાઇ પટેલ ,જનકભાઇ પટેલ તથા આચાર્યશ્રી હાજર રહ્યા હતા
પ્રોગ્રામ: ૧૨
તા. ૨૨/૦૬/૨૦૧૯ ના રોજ વડોદરા જીલ્લાના ડેસર તાલુકાની વાલાવાવ અંબે વિદ્યાલય ના ધોરણ ૧ થી ૮ ના તમામ ૪૪૨ વિદ્યાર્થીઑ ને શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન
વધુ વાંચો
ધ્વારા વિનામૂલ્યે ૧૦ નંગ ચોપડા અને ૧૦ નંગ નોટબૂક નું વિતરણ કરવામાં આવેલ હતું. સદર કાર્યક્રમમા શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા, ઉપપ્રમુખ નયનાબેન જે પટેલ, રોહિત જે પટેલ અને દેવેન્દ્રભાઈ પારેખ એ હાજર રહી તેમના હસ્તે વિતરણ કરવા માં આવેલ હતું
પ્રોગ્રામ: ૧૩
તા.25/6/2019 ના રોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની બિતાડા આશ્રમ શાળા ના ધો.1 થી 8 ના 152 બાળકો અને ડેડીયાપાડા તાલુકાના
વધુ વાંચો
પનગામ આશ્રમ શાળા ના ધો 1 થી 9 ના 173 તેમજ ડેડીયાપાડા તાલુકાના ઘાંટોલી આશ્રમ શાળાના ધો.1 થી 8 ના 101 તેમજ ગરુડેશ્વર તાલુકાના પ્રણવ આશ્રમ શાળાના ધો 1 થી10 ના 290 બાળકોને કુલ 723 બાળકોને શ્રી રંગ સેવાતીર્થ તેમજ મણી માણેક ફાઉંડેશન વડોદરા ના સંયુકત ઉપક્રમે નોટબુક,ચોપડા, નિ;શુલ્ક વિતરણ કરવામાં આવેલ, સદર આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી કનુભાઇ લીમ્બચીયા,તેમજ દેવેન્દભાઇ પારેખ તથા મણી માણેક ફાઉંડેશન વડોદરા ના વી એમ.શાહ ,તારકભાઇ શાહ,દીનેશભાઇ શાહ તેમજ ભમરસિંહ રાઠોડ તથા આચાર્યશ્રી હાજર રહ્યા હતા.
પ્રોગ્રામ: ૧૪
તા.26/6/2019 ના રોજ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાની ચનવાડા પ્રા.શાળાના ધોરણ 1 થી 8 ના 300 બાળકોને નોટબુક,ચોપડા,નિ;શુલ્ક વિતરણ
વધુ વાંચો
કરવામાં આવેલ, સદર આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી કનુભાઇ લીમ્બચીયા, તથા શ્રીમતી નયનાબેન પટેલ,રોહીતભાઇ પટેલ તેમજ દેવેન્દભાઇ પારેખ આચાર્યશ્રી હાજર રહ્યા હતા
પ્રોગ્રામ: ૧૫
તા.2/7/2019 ના રોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકના પીપલોડ,કમોદીયા પ્રા.શાળાના ધોરણ 1 થી 8 ના 548 બાળકોને નોટબુક,ચોપડા,
વધુ વાંચો
નિ;શુલ્ક વિતરણ કરવામાં આવેલ, સદર આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી કનુભાઇ લીમ્બચીયા તથા શ્રીમતી નયનાબેન પટેલ,રોહીતભાઇ પટેલ તેમજ દેવેન્દભાઇ પારેખ આચાર્યશ્રી હાજર રહ્યા હતા.
પ્રોગ્રામ:૧૬
તા.3/7/2019 ના રોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના પાનખલા,દાંડાવાડી,નાલાકુંડ,દેવમોગરા ,વાઘન વાઘનમર,
વધુ વાંચો
પાડા પ્રા.શાળાઓનાં કુલ 516 બાળકોને નોટબુક,ચોપડા, નિ;શુલ્ક વિતરણ કરવામાં આવેલ, સદર આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી કનુભાઇ લીમ્બચીયા, તથા શ્રીમતી નયનાબેન પટેલ,રોહીતભાઇ પટેલ તેમજ દેવેન્દભાઇ પારેખ માણેક ફાઉંડેશન વડોદરા ના વી એમ.શાહ ,તારકભાઇ શાહ,દીનેશભાઇ શાહ તેમજ ડો.દર્શનાબેન દેશમુખ રાજપીપલા તથા આચાર્યશ્રી હાજર રહ્યા હતા.
પ્રોગ્રામ:૧૭
તા.06/7/2019 ના રોજ વડોદરા મહારાણી ચીમનાબાઇ હાઇસ્કુલ ના 370 બાળકોને નોટબુક,ચોપડા, નિ;શુલ્ક વિતરણ કરવામાં આવેલ,
વધુ વાંચો
સદર આ કાર્યક્રમ સીરકાઇ દેવી ટ્રસ્ટ અને શ્રીરંગ સેવાતીર્થ ફાઉંડેશન,તરસાલી,વડોદરા ના સંયુકત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો સદર આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી કનુભાઇ લીમ્બચીયા, તથા શ્રીમતી નયનાબેન પટેલ,રોહીતભાઇ પટેલ તેમજ દેવેન્દભાઇ પારેખ તથા
પ્રોગ્રામ:૧૮
તા.07/7/2019 ના રોજ વડોદરા શ્રી જલારામ ચંદા આશ્રમ તથા સીરકાઇ દેવી ટ્રસ્ટ અને શ્રીરંગ સેવાતીર્થ ફાઉંડેશન,તરસાલી,વડોદરા ના સંયુકત ઉપક્રમે
વધુ વાંચો
વિના મુલ્યે કપડાં વિતરણ અને સાવલી તાલુકાના પીલોલ મુકામે વ્રુક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો સદર આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી કનુભાઇ લીમ્બચીયા, તથા શ્રીમતી નયનાબેન પટેલ,રોહીતભાઇ પટેલ તેમજ દેવેન્દભાઇ પારેખ તથા ખાસ આમંત્રીત મહેમાન માનનીય ડેપ્યુટી કલેકટર શ્રીમાધુ સાહેબ હાજર રહ્યા હતા
પ્રોગ્રામ:૧૯
તા.15/7/2019 ના રોજ નસવાડી તાલુકાના જામલી ધો 1થી 8 ,ઉંડાકોતર ધો. 1 થી5, સરીપાણી ધો.1 થી 5 , કાંધા ધો 1 થી 5 ,રાનેડા ધો 1 થી 5,
વધુ વાંચો
પાયાકોઇ ધો. 1 થી 8.ધોળી કોતરડી 1 થી 5 તથા ખોપરા હરીપુરા ધો. 1 થી 5 ના કુલ 606 બાળકોને નોટબુક,ચોપડા, નિ;શુલ્ક વિતરણ કરવામાં આવેલ, સદર આ કાર્યક્રમ શ્રીરંગ સેવાતીર્થ ફાઉંડેશન,તરસાલી,વડોદરા તથા સમસ્ત આદીવાસી એકતા મહાસંઘ મધ્ય અગુજરાત ના સંયુક્ત ઉપક્રમે યોજવામા, સદર આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી કનુભાઇ લીમ્બચીયા, તથા શ્રી ભમરસિંહ રાઠોડ, સામાજીક કાર્યકર શ્રી દીનેશભાઇ શાહ,તેમજ દેવેન્દભાઇ પારેખ સમસ્ત આદીવાસી એકતા મહાસંઘ મધ્ય ગુજરાત ના સેક્રેટરી શ્રી અલ્પેશભાઇ રાઠવા,ચન્દુભાઇ રાઠવા માજી જિ.પં.ના સદસ્યશ્રી ધમેશભાઇ રાઠવા તથા સરપંચશ્રી તથા આચાર્યશ્રી હાજર રહ્યા હતા
પ્રોગ્રામ:૨૦
તા.16/07/2019 ના રોજ શ્રી રંગ સેવાતીર્થ,વડોદરા અને સા.આ.કેન્દ્ર,કવાંટ તેમજ કવાંટ તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા તેમજ ઇન્દુ બ્લડ્ બેંક,બોડેલી ના
વધુ વાંચો
સંયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલતેમાં કુલ 46 યુનીટ બ્લડ ડોનેશન થયેલ અને પ્રા.આ.કેન્દ્ર નવાલજા ખાતે વ્રુક્ષા રોપણ કરવામાં આવેલ સદર આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી કનુભાઇ લીમ્બચીયા તેમજ ટ્રસ્ટીશ્રીઓ,સભ્યશ્રીઓ તેમજ ડો.ભરતભાઇ ચૌહાણ સાહેબ,ડો. મુકેશભાઇ પટેલ સાહેબ,ડો.વણકર સાહેબ હાજર રહ્યા હતા
પ્રોગ્રામ:૨૧
તા.20/7/2019 ના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગ્રામ સ્વરાજ ઉ.બુ. વિદ્યાલય જલાલપુરા ખાતે શ્રી રંગ સેવાતીર્થ,વડોદરા દ્વારા ધો 9 અને 10 ના
વધુ વાંચો
બાળકોને 50% ના રાહત દરથી યુનીફોર્મ તેમજ પ્રા,શાળાના ધો. 1 થી 8 ના બાકોને વિનાઅ મુલ્લ્યે કંપાસ તેમજ નોટબુક નું વિતરણ કરવામાં આવ્યુ. સદર આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી કનુભાઇ લીમ્બચીયા, તથા શ્રીમતી નયનાબેન પટેલ,ઉપાધ્યાયભાઇ તેમજ દેવેન્દભાઇ પારેખ તથા ખાસ આમંત્રીત મહેમાન માનનીય ડેપ્યુટી કલેકટર શ્રી માધુ સાહેબ હાજર રહ્યા હતા. તથા સંસ્થા ખાતે વ્રુક્ષારોપણ કરવામાં આવેલ
પ્રોગ્રામ:૨૨
આજ રોજ તા ૪/૦૮/૨૦૧૯ ના વડોદરા ના પૂરગ્રસ્ત એરિયા જેવા કે સહયોગ નગર જુપડપટ્ટી, જલારામ નગર જુપડપટ્ટી, જબૂડિયાપૂરા (બાપોદ)
વધુ વાંચો
અને વાઘોડિયા રોડ પર શ્રીરંગ સેવાતીર્થ ફાઉંડેશન અને હેપી ફેસીસ, વડોદરા તરફથી વિના મૂલ્યે ખિચડી અને કપડા નું વિતરણ કરવા માં આવેલ હતું.
પ્રોગ્રામ:૨૩
આજ રોજ તા. ૧૬/૦૮/૨૦૧૯ ના રોજ તાપી જીલ્લાના કુકરમુંડા તાલુકાના ગામ જુમકરી ખાતે પૂર ના કારણે ભારે તારાજી થતા ૬૫ જેટલા કુટુંબોને અસર થઈ હતી.
વધુ વાંચો
જેમને મદદ ના આશય થી શ્રી રંગ સેવાતીર્થ તરફથી ગામની પ્રાથમિક શાળા ના બાળકો ને યૂનિફોર્મ, ચોપડા, કૂંપાસ બોક્સ અને ૬૫ અસરગ્રસ્ત કુટુંબો ને ધાબળા તેમજ કપડાં નું વિતરણ કરવામાં આવેલ હતું.
પ્રોગ્રામ:૨૪
આજ રોજ તા. ૨૩/૦૮/૨૦૧૯ ના રોજ શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન ને દેવેન્દ્રભાઈ ની સહાય થી નારાયણ ચિલ્ડ્રન અકેડેમી, ઉદેપૂર, રાજસ્થાન ખાતે માં
વધુ વાંચો
સ્કૂલ યુનિફોર્મ નું વિતરણ કરવામાં આવેલ હતું
પ્રોગ્રામ:૨૫
આજ રોજ તારીખ: ૩૦/૦૮/૨૦૧૯ના રોજ શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન ધ્વારા નસવાડી તાલુકાના પાયાકુઇ ગામના વતની ભીલ અલ્પેશભાઈ ચંદ્રકાંત ઉમર ૮ વર્ષ ધોરણ-૨ માં અભ્યાસ કરતાં વિધ્યાર્થીને નિશુલ્ક હૅન્ડઇકેપ ટ્રાઇસાઇકલ તેમજ શૈક્ષણિક કીટ તેમજ ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવેલ હતું
વધુ વાંચો
સદર કાર્યક્રમમાં શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન ના પ્રમુખ શ્રી કનુભાઈ લિંબાચિયા, દેવેન્દ્રભાઈ પારેખ, અશ્વિનભાઈ પટેલ, પ્રવીણભાઈ લિંબાચિયા, દીપકભાઈ સુર્વે, મહાદેવભાઇ વડવિયા, પરેશભાઈ લિંબાચિયા તેમજ નસવાડીના અલ્પેશભાઇ એ હાજર રહી ને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ટ્રાઇસાઇકલના ડોનર કેનેડા નિવાસી શ્રી દેવેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કરીએ છીએ.
પ્રોગ્રામ:૨૬
આજ રોજ તા. ૨૨/૦૯/૨૦૧૯ ના રોજ જન જતન સર્વાંગી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ (નોનગ્રાન્ટેડ સંસ્થા), કોડલા, જી. નર્મદા, તા. સાગબારા ખાતે શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન, તરસાલી, વડોદરા ધ્વારા ૪૫ દીકરીઑ જે નિરાધાર છે.તેમને સંસ્થા તરફથી નિ:શુલ્ક ૪૫ નંગ ગાદલાં, ચાદર, ઓશિકા,બ્લેંકેટ અને નાહવા ના સાબુ નું
વધુ વાંચો
વિતરણ કરવામાં આવેલ હતું. તેમજ સિરકાઇદેવી ટ્રસ્ટ, વડોદરા તરફથી દિનેશભાઇ શાહ મારફતે તમામ દીકરીઓ ને વિના મૂલ્યે યૂનિફોર્મ નું વિતરણ કરવા માં આવેલ હતું. અને સર્વે દીકરીઓ ને ભોજન પણ કરાવ્યુ હતું. સદર દાનમાં શ્રી એસ. વી. પટેલ તરફથી દસ હજાર, અને જલા ટ્રાવેલ્સના માલીક રિતેશભાઈ ઠક્કર તરફથી દસ હજાર નું યોગદાન મળેલ હતું.સદર કાર્યક્રમમાં શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશનના પ્રમુખ શ્રી કનુભાઈ લીંબચીયા, ઉપપ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, મહાદેવભાઈ વડાવિયા, પ્રવીણભાઈ પાટીલ, શ્રીમતી ડૉ. દર્શનાબેન દેશમુખ (ગાયનેકોલોજિસ્ટ), રાજપીપળા ના હસ્તે વિતરણ કરવામાં આવેલ હતું.