શ્રીરંગ સેવાતીર્થ વિશે
સહુ ને પ્રણામ,
આપ સહુના સક્રિય સાથ સહકાર થી શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશનને સફળતાપૂર્વક આ મે મહિનામાં પાંચ વર્ષ પૂરા કરશે. શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશન આ પાંચ વર્ષમાં પોતાના ઉદ્દેશોને વળગી રહી આપ સહુના સાથ-સહકારથી ઉત્તરોત્તર પ્રગતિ સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે. જેનાથી સમાજના જરૂરિયાતમદ, નબળા અને પછાત વર્ગના લોકો ને સહાય મળી શકે. શ્રીરંગ સેવાતીર્થ આખા ગુજરાતમાં યથાશક્તિ પોતાના કાર્યો કરી રહેલ છે અને આપ સૌનો વધુ સાથ-સહકાર મળી રહેશે તેમ આપણે આપની પ્રવૃતિઓ વધતી જશે.હાલ આપણે રક્તપિત ના દર્દીઓની સારવાર માટે, રક્તપિત્તના દર્દીઓના પુનઃવસન માટે, ગરીબ બાળકો માટે, અનાથ આશ્રમો માટે, પછાત આદિવાસીઓ અને પછાત ગ્રામ્ય વિસ્તાર, આર્થિક રીતે પછાત લોકો, કન્યા કેળવણી, બેટી બચાઓ બેટી પઢાઓ, ગ્રીન ગુજરાત, સ્વચ્છ ગુજરાત, આરોગ્ય/ડેન્ટલ/આઈ/બ્લડ કેમ્પ અતર્ગત ઘણી બધી સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે.
આ વર્ષની બધી પ્રવૃતિ નો સારાંશ અને ફોટોગ્રાફસ આ અહેવાલમાં આપ સૌની જાણકારી માટે આપેલ છે. અમારી , આશા છે કે શ્રીરંગ સેવાતીર્થની પ્રવૃતિઆનો વ્યાપ અને સૌનો સાથ સહકાર સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરતુ રહેશે. દરેક ટ્રસ્ટીઓ, સભ્યો, સક્રિય રહીને કાર્ય કરતાં રહીશું અને સંસ્થાની પ્રવૃતિઓનો વ્યાપ વધારતા રહીશું. શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશન આપ સૌનું આભારી છે. જે લોકોએ સંસ્થા ને સાથ, સહકાર, સમય અને સંસ્થાના કાર્યોમાં પોતાનું અનુદાન આપેલ છે. ભવિષ્યમાં આપ સૌનો આવો જ સાથ-સહકાર મળી રહેશે એવી અપેક્ષા, શ્રદ્ધા અને આશા છે.
આ કામ મા પરમ કૃપાળુ ઈશ્વરના આશિર્વાદ આપણી સાથે રહે તેવી પ્રાર્થના સાથે
આપના,
શ્રી કનુભાઈ એ. લીમ્બચીયા (પ્રમુખ) ‘
શ્રીમતી નયનાબેન જે. પટેલ (ઉપપ્રમુખ)
અને શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશનના તમામ સભ્યશ્રીઓ