વર્તમાન પ્રવૃત્તિઓ

program1

પ્રોગ્રામ:૧
તા. ૨/૪/૨૦૧૯ ના રોજ શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન દ્વારા શ્રી ફતેહસિંહ આર્ય અનાથ આશ્રમ, કારેલીબાગ, વડોદરા ખાતે પ્રોજેક્ટર વિથ સ્ક્રીન ભેટ આપવામાં આવેલ છે.

વધુ વાંચો

સદર કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી કનુભાઈ લિંબાચિયા તથા અન્ય મેમ્બર્સ ડૉ. ફિનાવકર, શ્રી દીપક સૂર્વે, ડૉ. શ્રેણીક વૈદ્ય, શ્રી ગીરીશભાઇ ગાંધી, શ્રી દેવેન્દ્રભાઈ પારેખ અને શ્રી રાહુલભાઈ પંચાલ તેમજ મુખ્ય અતિથિ તરીકે શ્રી નારાયણ માધુ એ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

program2

પ્રોગ્રામ:2
તા.17/4/2019 ના રોજ શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન,તરસાલી,વડોદરા ,લઘુ ઉદ્યોગ ભારતી મકરપુરા,મકરપુરા એસ્ટેટ ઇનફ્ફ્રાસ્ટ્રક્ચર અને મટેરીયલ

વધુ વાંચો

એસોસીએશન તથા ઇંડીયન સો ફોર રનીંગ એન્ડ ડેવલપમેંટ તથા ઇલેકટ્રીક કોંટ્રાકટર અને મરચંટ એસોસીએશન ના સંયુકત ઉપક્રમે યોજવામાં આવેલ જેમાં તા.23/4/19 ના રોજ ભવ્ય મતદાન કરવા અપીલ કરવામાં આવેલ

program3

પ્રોગ્રામ:3
તા. ૧૨/૦૫/૨૦૧૯ માં રોજ શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશનના કાર્યાલય ખાતે સંસ્થાની વાર્ષિક મીટિંગ યોજવામાં આવી હતી.આ વાર્ષીક મીટીંગમાં ઓડિટ

વધુ વાંચો

અહેવાલ, હિસાબો ની બહાલી અને સંસ્થાના ગત વર્ષના કાર્યો નું સંક્ષિપ્તીકરણ અને આગળ ના કાર્યક્રમ ની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત બેટી બચાઓ બેટી પઢાઑ અંતર્ગત ૧૮ વિધ્યાર્થીઑ ને આખા વર્ષ ની ફી ના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી કનુભાઈ લિંબાચિયા તથા ટ્રસ્ટીઑ તેમજ અન્ય મેમ્બર્સ હાજરી આપી ને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

program4

પ્રોગ્રામ:4
આજ રોજ તા. ૨૩/0૫/૨૦૧૯ ના રોજ શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન અને શ્રી રાહુલભાઈ ખંડેલવાલ ની સહાયથી નસવાડી તાલુકાના ચમેઠા ગામ મુકામે

વધુ વાંચો

૬ ઘરો માં આગ લાગવાથી બધુ સડગી ગયું હતું એવા લોકો ને અંતર્ગત ઘર બનાવવા માટે ૪૦ પતરાં ની સહાય કરવામાં આવેલ હતી

program5

પ્રોગ્રામ:5
તા.05/06/2019 ના રોજ શ્રીરંગ સેવાતીર્થ ફાઉંડેશન,તરસાલી,વડોદરા દ્વારા વડોદરા ના હરની રોડ ની ઝુપડપટી ના થ50 બાળકોને નોટબુક,ચોપડા,

વધુ વાંચો

કંપાસનો સેટ,નાસ્તો આપવામાં આવેલ. સદર કાર્યક્રમ માં સંસ્થાના પ્રમુખશ્રી કનુભાઇ લીમ્બચીયા, ટ્રસ્ટીશ્રીઓ તેમજ સભ્યશ્રીઓ,શ્રી દીનેશભાઇ શાહ સેવાભાવી કાર્યકર તથા લાયન્સ ક્લબ ની બહેનો હાજર રહી હતી

program6

પ્રોગ્રામ:6
તા : ૯/૬/૨૦૧૯ ના રોજ આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામ ખાતે મહિડા સમાજ તેમજ શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન ના સંયુક્ત ઉપક્રમે

વધુ વાંચો

સમાજના તમામ બાળકો ને વિના મૂલ્યે ચોપડા તેમજ નોટબૂક નું વિતરણ કરવામાં આવેલ હતું તેમાં અંદાજે ૧૮૫ બાળકોએ લાભ લીધેલ હતો. સદર કાર્યક્રમમાં શ્રી રંગ સેવાતીર્થ ફાઉંડેશન ના પ્રમુખ શ્રી કનુભાઈ લિંબાચિયા, શ્રીમતી સંગીતાબેન બારોટ, દેવેન્દ્રભાઈ પારેખ અને ભવરસિંહ રાઠોડ હાજર રહી વિતરણ કરેલ હતું

સંસ્થાના મુખ્ય ઉદ્દેશો

૧) રક્તપિત ના દર્દીઑ ને શોધી કાઢવા

૨) રક્તપિત બાબતે સાચી સમજ, માર્ગદર્શન આપી સારવાર અપાવવી

૩) રક્તપિત ના દર્દીઓ ને પુન:વસણ સાધનો આપવા જેવા કે ફાર્મર કીટ, મેકેનિક કીટ, કપડાં સીવવા નું મશીન આપવું વિગેરે….

૪) રક્તપિત નું સેર્વેલનસ કરવું

૫) સર્વરોગ નિદાન કેમ્પ / સ્કીન રોગ નિદાન કેમ્પ યોજવા

૬) ગ્રામ્ય અને સહેરી વિસ્તાર માં આરોગ્ય કેમ્પ યોજવા

૭) બ્લડ ડોનેશન કેમ્પ યોજવા

૮) હેન્ડીકેપને ટ્રાઇસાઇકલ આપવી

૯) રક્તપિત, ટી.બી., સિકલસેલ અને ગરીબી રેખા હેઠળના વિધ્યાર્થીઑ ને શૈક્ષણીક સહાય જેવી કે આખા વર્ષની સ્કૂલ ફી તેમજ ચોપડા, નોટબૂક, કમપાસ નું વિતરણ કરવા માં આવે છે

૧૦) સ્વછતા અભિયાન

૧૧) બેટી બચાઓ – બેટી પઢાઑ અભિયાન હેથળ આખા વર્ષ ની ફી આપવી તેમજ બીજી સંસ્થા જે કન્યાઑ ના પુન: ઉથાન માટે કાર્ય કરતી હોય તેમણે દાન આપવું

૧૨) જન જાગૃતિ અને વ્યસન મુક્તિ રેલી

૧૩) શિયાળા માં ધાબળા તેમજ સ્કૂલ ના ગરીબી હેઠળ ના બાળકો ને સ્વેટર વિતરણ

૧૪) એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવી

૧૫) અનાથ આશ્રમ અને સ્કૂલ ને જરૂરી વસ્તુ પૂરી પાળવી જેવી કે વોટર કૂલર / કમ્પ્યુટર / પ્રોજેક્ટર

૧૬) રાહત દરે દર્દીઑ ના ઓપરેશન કરાવી આપવા

૧૭) વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવા અને સમાજ મા જનજાગૃતિ ફેલાવવી

૧૮) ગરીબ અને કાન ની તકલીફ વાળા દર્દીઑ અને આખ ની તકલીફ વાળા દર્દીઑ ને ઈયર અને આઇ કીટ આપવી

૧૯) ઉકળા વિતરણ અંતર્ગત સ્વાઇનફ્લૂ જેવા રોગો સામે આયુર્વેદિક ઉકળા વિતરણ કરવું

શ્રીરંગ સેવાતીર્થ વિશે

સહુ ને પ્રણામ,
આપ સહુના સક્રિય સાથ સહકાર થી શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશનને સફળતાપૂર્વક આ મે મહિનામાં પાંચ વર્ષ પૂરા કરશે. શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશન આ પાંચ વર્ષમાં પોતાના ઉદ્દેશોને વળગી રહી આપ સહુના સાથ-સહકારથી ઉત્તરોત્તર પ્રગતિ સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે. જેનાથી સમાજના જરૂરિયાતમદ, નબળા અને પછાત વર્ગના લોકો ને સહાય મળી શકે. શ્રીરંગ સેવાતીર્થ આખા ગુજરાતમાં યથાશક્તિ પોતાના કાર્યો કરી રહેલ છે અને આપ સૌનો વધુ સાથ-સહકાર મળી રહેશે તેમ આપણે આપની પ્રવૃતિઓ વધતી જશે.

પ્રશંસાપત્રો

મીડિયા

orsang express
Scan1
Scan